Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીને કેદ

એક વર્ષની સજા અને રૂ.૬ લાખનો દંડ ફટકાર્યાે:

જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૂ.૬ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. અદાલતે આરોપીને બાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં રહેતા મેરૂભાઈ માલદેભાઈ ચેતરીયા નામના આસામીએ પોતાના મિત્ર જયદી૫સિંહ નવલસિંહ રાઠોડને રૂ.૬ લાખ હાથઉછીના આપ્યા હતા. તેની પરત ચૂકવણી માટે મેરૂભાઈને બે ચેક આપ્યા હતા. તે બંને ચેક બેંકમાંથી પરત ફર્યા હતા.

આ બાબતની મેરૂભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયદીપસિંહ રાઠોડને તક્સીરવાન ઠરાવી બાર મહિનાની કેદની સજા અને રૂ.૬ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી તેની સામે સજાનંુ વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, ભરતસિંહ જાડેજા, મૈત્રી ભુત, સાહીના દલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh