Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પૂનમબેને ભર્યું ફોર્મ
અમદાવાદ તા.૧૯: ત્રીજા તબક્કના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે અમિત શાહ, સી.આર. પાટિલ, પરેશ ધાનાણી, પૂનમબેન માડમ સહિતના દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે.
ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ - કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટિલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ જેવા દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ૧૨.૩૯ વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારીપત્ર ભર્યું છે. અમિતશાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. તેમજ ક્લસ્ટર ઈન્ચાર્જ કે.સી. પટેલ સાથે સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટિલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં નવસારી બેઠક પરથી પાટિલે ઉમેદવારી નોંધાવી છે. તેમજ ૧૨:૩૯ ના વિજય મુહૂર્તમાં પાટિલે ફોર્મ ભર્યું છે. જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બપોરે ૧૨:૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા.
લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુરુવારે વધુ ઉમેદવારોએ નામાંકન પત્રો દાખલ કર્યા હતા. લોકસભામાં કોંગ્રેસના ૯ અને ભાજપના ૬ ઉમેદવાોરએ ફોર્મ ભર્યું હતું.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યાનુસાર ગુરુવારે લોકસભાની બેઠકો માટે કુલ ૧૩૦ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે કુલ ૧૪ ઉમેદવારી પત્રકો ભરાયા છે.
આજે ભરાયેલા ફોર્મમાં કચ્છમાં ૬, બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી અને કોંેંગ્રેસના ગેનીબેન ઠાકોર સાથે પાંચ, પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર સાથે ચાર, સાબરકાંઠામાં સાત, ગાંધીનગરમાં બાર, અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સાથે નવ, અમદાવાદ પશ્ચિમમાં ચાર ફોર્મ ભરાયા છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પાંચ, રાજકોટમાં બે, પોરબંદરમાં ચાર, જામનગરમાં છ, જૂનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા અને ભાજપના રાજેશ ચુડાસમા સાથે પાંચ, અમરેલીમાં ભાજપના ભરત સુતરિયા સાથે સાત, ભાવનગરમાં ભાજપના નીમુબેન બાંભણીયા સાથે છ, આણંદમાં કોંગ્રેસના અમિત ચાવડા સાથે ચાર, ખેડામાં કોંગ્રેસના કાળુ ડાભી સાથે પાંચ, પંચમહાલમાં ત્રણ દાહોદમાં ભાજપના જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના પ્રભા તાવિયાડ સાથે છ, વડોદરામાં કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર સાથે દસ, છોટા ઉદેપુરમાં ત્રણ, ભરૂચમાં બે, સુરતમાં ભાજપના મુકેશ દલાલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી, નવસારીમાં ચાર અને વલસાડમાં ભાજપના ધવલ પટેલ સાથે પાંચ, ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે.
આ ઉપરાંત વિધાનસભાની પાંચ બેઠકો માટે આજે વિજાપુરમાં ત્રણ, માણાવદરમાં ચાર, ખંભાતમાં ચાર અને વાઘોડિયામાં ત્રણ ભરાયા છે. કોંગ્રેસના દિનુ પટેલે વિજાપુર, ભાજપના અરવિંદ લાડાણીએ માણાવદર, ચિરાગ પટેલે ખંભાત અને કોંગ્રેસના કનુ ગોહિલે વાઘોડિયામાં ફોર્મ ભર્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial