Advertisement
Author: નોબત સમાચાર

પિતાએ અભ્યાસ અંગે આપેલા ઠપકાથી માઠું લગાડી વિદ્યાર્થિનીનો ગળાફાંસો

જામનગર તા. ૧૯: જામનગરના વૈશાલીનગરમાં રહેતા એક વિદ્યાર્થિનીને અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ વિદ્યાર્થિનીએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે આવેલી વૈશાલી નગરની શેરી નં.૩માં રહેતા પ્રવીણભાઈ ટકુભાઈ રાઠોડ નામના પ્રૌઢની ૧૯ વર્ષની પુત્રી ભૂમિકાએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ યુવતીને નીચે ઉતારી પરિવારજનોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પિતા પ્રવીણભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે. દોડી આવેલા સિટી-બી ડિવિઝનના જમાદાર સોયબ મકવાએ પિતાનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્ય મુજબ પ્રવીણભાઈએ પુત્રી ભૂમિકાને અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. તેથી માઠું લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધુ છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh