Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્રીમાસની શાશ્વતી આયંબીલ ઓળીની ઉજવણીઃ
જામનગર તા. ૧૮ : સ્થાનકવાસી જૈન સંઘ - ચાંદી બજાર- જામનગરના આંગણે સંવત ર૦૮૦ ના ચૈત્ર માસની શાશ્વતી આયંબીલ ઓળી ગોંડલ સંપ્રદાયના પ.પૂ.બા.બ્ર. રાજેશમુની મ.સા. તથા પ.પૂ. હર્ષમુની મ.સા.ના સાનિધ્યમાં તા. ૧પ-૪-ર૪ થી શાતાકારી રીતે ઉજવાઈ રહેલ છે. આ ઓળી કરાવવાનું સદ્દભાગ્ય સ્વ. નવિનચંદ્ર ધરમશીભાઈ શાહની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અનસૂયાબેન નવિનચંદ્ર શાહને સાંપડેલ છે. દૈનિક આશરે ૧૦૦-૧૧૦ ઉપરાંત તપશ્વીઓને આયંબીલ કરાવવાનો લાભ દાતા પરિવારને મળે છે.
આ આયંબીલ ઓળી કરાવવા માટેનું સદ્દભાગ્ય સાંપડ્યું છે તે માટે અનસૂયાબેન નવિનચંદ્ર શાહ તેમના માતાતુલ્ય સાસુમા સ્વ. કસ્તુરબેન ધરમશીભાઈ ઠાકરશીભાઈ શાહના આશીર્વાદ જ માને છે. માતા-પિતાની પુણ્ય સ્મૃતિ નિમિત્તે ઓળી કરતા તપશ્વિઓના પારણા તા. ર૪-૪-ર૪ ને બુધવારના સવારે ૮ કલાકે કરાવવામાં આવશે. બપોરે ૧ર કલાકે લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના વડીલ સ્મૃતિ સ્વામી વાત્સલ્ય ભોજન સમારંભનું આયોજન કરેલ છે. જેમાં શ્રી વિ.લો.કું. પક્ષ જ્ઞાતિના સર્વે પરિવારોને વઈ વછીયાત - પઈ પરોણા સહિત જ્ઞાતિની વાડીમાં જમવા પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial