Advertisement
Author: નોબત સમાચાર

પતિના અન્ય સંબંધની જાણ થતાં પત્નીને ત્રાસ અપાયાની રાવ

પત્નીએ પ્રવાહી પી લીધુઃ

જામનગર તા. ૧૯: જામનગરના બેડી વિસ્તારમાં રહેતા પતિ તથા અન્ય મહિલા સામે નગરના પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં તેણીને ત્રાસ અપાતો હતો અને મારકૂટ કરાતા તેણીએ પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડાયા છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે મિયાણાવાસમાં રહેતા આબીદ ઈકબાલભાઈ સોઢા તથા મુમતાઝ નામની યુવતી સામે નસીમબેન સોઢાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ પતિ આબીદને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. જેની જાણ થઈ જતાં નસીમબેને પૂછતા તેણીને ત્રાસ અપાતો હતો. તે દરમિયાન પતિ તથા મુમતાઝબેને મારકૂટ કરી ગાળો ભાંડી હતી અને તેના કારણે કંટાળી જઈ નસીમબેને કોઈ પ્રવાહી પી લીધુ હતું. તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ પતિ અને અન્ય સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh