Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દારૂબંધી ભંગના ગુન્હા આચરતા બે સામે ઉગામાયું પાસાનું શસ્ત્ર

સાબરમતી તથા સુરતની જેલમાં ધકેલી દેતી એલસીબીઃ

જામનગર તા. ૧૯: જામનગરના એક શખ્સ સામે દારૂબંધી ભંગના સાત ગુન્હા અને બીજા શખ્સ સામે બે ગુન્હા નોંધાયેલા હતા. બંને સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી તેને મંજૂરી મળતા એલસીબીએ એક શખ્સને સાબરમતી જેલમાં તથા બીજાને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.

જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ કે દારૂબંધી ભંગની પ્રવૃત્તિ આચરતા શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફના શરદ પરમાર, હીરેન વરણવા, સુરેશ માલકીયાએ દારૂબંધી ભંગની પ્રવૃત્તિ આચરતા મહેન્દ્ર ઉર્ફે બાડા રતીલાલ રાયઠઠ્ઠા તથા અભિષેક મુકેશભાઈ બદિયાણી ઉર્ફે શેરા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થયા પછી તેને મંજૂરી મળતા ગઈકાલે એલસીબીએ નવી સાધના કોલોનીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે બાડા તથા સાધના કોલોનીમાં રહેતા અભિષેક બદિયાણીની અટકાયત કરી છે. મહેન્દ્ર સામે દારૂબંધી ભંગના સાત અને અભિષેક સામે બે ગુન્હા નોંધાયેલા છે. આ બંને શખ્સને અનુક્રમે સાબરમતી તથા સુરતની લાજપોર જેલમાં મોકલી અપાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh