Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડ સુધી પહોંચી ગઈઃ આશાવાદી વલણો

ચાલુ વર્ષે સરેરાશ ૩ મિલિયનથી વધુ નવા ડીમેટ ખૂલે છે

નવી દિલ્હી તા. ૧૯: ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ કરોડને વટાવી ગઈ છે અને દર મહિને સરેરાશ ૩.૧ મિલિયન નવા ડીમેટ એકાઉન્ટસ ખોલવામાં આવ્યા છે. માર્ચમાં ૩૧.૪ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. કુલ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડને વટાવી ગઈ છે.

માર્ચ ર૦ર૪ માં ભારતમાં ડીમેટ ખાતાઓની સંખ્યા ૧પ.૧ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ વધારો માર્ચ ર૦ર૪ માં ૩૧ લાખ નવા ડીમેટ ખાતા ખોલવાને કારણે થયો છે.

બ્રેકર્સના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ર૦ર૪ (એફવાયર૪)માં દર મહિને સરેરાશ ૩.૧ મિલિયન નવા ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ વલણ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેવાની ધારણા છે. માર્ચમાં ભારતીય બેન્ચમાર્ક નિફટી ૧.પ ટકા વધ્યો હતો. આ વધારો મજબૂત મેક્રો સિગ્નેલો, રેટ કટની અપેક્ષાઓ, સતત વિદેશી રોકાણકારોનો પ્રવાસ અને એકંદરે હકારાત્મક વૈશ્વિક બજારના વલણને કારણે થયો હતો. આ ઉપરાંત ર૦ર૪ ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી જીતની સંભાવનાઓ પણ રોકાણકારોને રોકાણ કરવાની આશા આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

બે ડિપોઝિટરી સર્વિસ પ્રોવાઈડર્સ- સીડીએસએલ અને એનએસડીએલમાંથી, સીડીએસએલ બજાર હિસ્સો ેમળવી રહી છે. આનો અર્થ એ થયો કે નવા ડીમેટ ખાતાઓનો મોટો હિસ્સો સીડીએસએલ સાથે ખોલવામાં આવી રહ્યો છે. સીડીએસએલનો બજાર હિસ્સો ગયા મહિને અને ગયા વર્ષ બંનેમાં વધી રહ્યો છે.

બીજી તરફ એનએસડીએલ એ ડીમેટ ખાતાની કુલ સંખ્યા અને નવા ઉમેરેલા ખાતા બંને માટે વર્ષ-દર-વર્ષે બજાર હિસ્સો ગુમાવ્યો છે. એસએેસઈ પર સક્રિય ગ્રાહકોની સંખ્યા માર્ચ ર૦ર૪ માં મહિને ૧.૮ ટકા વધીને મિલિયન થઈ છે. હાલમાં ટોચના પાંચ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ એનએસઈના કુલ સક્રિય કલાયન્ટ્સમાં ૬૩.૮ ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ ર૦ર૩ માં પ૯.૯ ટકા હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh