Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે
રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ પ૮થી વિશેષ માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રાને જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ભગવાન શ્રીરામના નામમાં લીન થયો હતો. આ રામ સવારી પ૮ દિગ્વીજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી. આયોજકો દ્વારા ઈન્દોરથી ખાસ મહાબલી હનુમાનજીને તેડાવ્યા હતાં. જે હનુમાનજીએ સમગ્ર રામસવારીમાં અનેક રંગ ભરી દીધા હતાં. નગરભ્રમણ કરતી રામસવારી જ્યારે ચાંદી બજારના ચોકમાં પહોંચી હતી. આ તકે સાંસદ પૂનમ માડમ સહિત સર્વે સંગઠનને મહાબલીના કરતબોએ મોહીત કર્યા હતાં અને તેમને મંચ પરથી વધાવ્યા હતાં. આ કાર્યક્રમને લઈ આયોજકો દ્વારા રાજા મેલડી ગ્રુપના સર્વે સ્વયંસેવકો, ડી.જે. ના તાલે જુમ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial