Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર શુક્રવારે સવારમાં તૂટીઃ સેન્સેકસ પ્રારંભે ૬૭ર પોઈન્ટ તૂટ્યોઃ ૩.૪ર લાખ કરોડનું ધોવાણ

ઈઝરાયેલના ઈરાન પર એટેકથી ઈફેકટ

મુંબઈ તા. ૧૯ : આજે શુક્રવારની સવારે શેરબજાર તૂટી હતી અને સેન્સેકસ ૬૭ર પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોના ૩.૪ર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરતાં વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે. પરિણામે શેરબજારો સતત પાંચમાં ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા છે. આજે સેન્સેકસ ઘટ્યા મથાળે ખૂલ્યા બાદ ૬૭ર.પ૩ પોઈન્ટ સુધી તૂટી ૬ર હજારની સપાટી ગુમાવી હતી. નિફટી પણ ૧ર૦ પોઈન્ટથી વધુ તૂટી ર૧૭૭૭.૬પ થયો હતો. આજે સવારે ૧૦.ર૬ વાગ્યે ૧૧૬.૦પ પોઈન્ટ તૂટી ર૧૮૭૯.૮૦ અને સેન્સેકસ ૩૯પ.૦૭ પોઈન્ટ તૂટી ૭ર૦૯૩.૯૩ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ઈઝરાયલે ઈરાનના હુમલાનો જવાબ આપતાં ઈરાન પર મિસાઈલો છોડી છે. ઈરાન ઈરાક અને સિરિયા પર હુમલો થતાં ક્રૂડ અને સોના-ચાંદીની કિંમતો વધી હતી. વૈશ્વિક તણાવો વધતા એશિયન, યુરોપિયન અને યુએસ શેરબજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કેઈ ર ટકા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા કોસ્પી ૧ ટકા સુધી તૂટ્ય હતાં. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ફુગાવો વધવાની ભીતિ ભારત સહિત વિશ્વના અન્ય દેશો દર્શાવી રહ્યા છે.

આજે સવારે ૧૦.૩ર વાગ્યા સુધીમાં બીએસઈ સેન્સેકસમાં ટ્રેડેડ ૩પર૬ સ્ક્રિપ્સમાંથી રર૮૮ શેરો ઘટાડે ટ્રેન થઈ રહ્યા હતાં. જ્યારે નેસ્લે ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત ૭ શેરો સુધારા તરફી અને રર શેરો ઘટાડા તરફી કારોબાર થઈ રહ્યા છે.

શેરબજારમાં મંદીનું જોર વધતાં ૧૦.૩પ વાગ્યા સુધી રોકાણકારોની મૂડી ૩.૪ર લાખ કરોડ ઘટી હતી. મધ્ય-પૂર્વમાં જિયોપોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના કારણે રોકાણકારોએ પ્રોફિટ બુક કરી નવી ખરીદી પ્રત્યે સાવચેતીનું વલણ દર્શાવ્યું છે. તણાવ વચ્ચે ઘટાડો વધવાની ભીતિ સાથે શેરબજાર માટે શુક્રવારની સવાર બ્લેક ફ્રાઈડે મોર્નિંગ સાબિત થઈ હતી બોન્ડ યીલ્ડ સુધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh