Advertisement
Author: નોબત સમાચાર

વકીલે ફી પેટે મેળવેલો ચેક પરત ફર્યાની ફરિયાદમાં આરોપીને ચાર મહિનાની કેદ

ચેકની રકમ દંડપેટે ભરવા આદેશઃ

જામનગર તા. ૧૯: જામનગરના એક એડવોકેટે પોતાની બાકી રહેતી ફી માટે અસીલ પાસેથી ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા અમિત પરમાર વકીલ દરજ્જે જયેશ ઉર્ફે જયલો પ્રવીણભાઈ તન્નાના ફોજદારી કેસ લડતા હતા. તેમાંથી મોટાભાગના કેસ અમિત પરમારે પૂર્ણ કરાવ્યા હતા તેઓને ફી પેટે આપવાની થતી રકમ અંગે જયેશ તન્નાએ ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યાે હતો.

આ બાબતે નોટીસ આપ્યા પછી પણ નાણા ભરપાઈ કરવામાં ન આવતા અમિત પરમારે કોર્ટમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયેશ પ્રવીણભાઈ તન્નાને તક્સીરવાન ઠરાવી ચાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી અમિત પરમાર તરફથી વકીલ ચંદ્રેશ મોતા, ભરતસિંહ જાડેજા, મૈત્રી ભુત, સાહીના દલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh