Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સ્પે. ટ્રેન

મુસાફરોની સુવિધા અર્થે વિશેષ ભાડા ઉપર

રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

જેમાં ટ્રેન નંબર ૦૯પર૩ ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ર૩ એપ્રિલ ર૦ર૪ થી રપ જૂન ર૦ર૪ સુધી દર મંગળવારે સવારે ૧૦ કલાકે ઓખાથી ઉપડશે, તે જ દિવસે ૧૪.૪૦ કલાકે રાજકોટ પહોંચશે અને બીજા દિવસે સવારે ૧૦.ર૦ કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પર૪ દિલ્હી સરાય રોહિલા-ઓખા સ્પેશિયલ ર૪ એપ્રિલ  થી ર૬ જૂન ર૦ર૪ દરમિયાન દર બુધવારે બપોરે ૧૩.ર૦ કલાકે દિલ્હી સરાય રોહિલાથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૯ કલાકે રાજકોટ અને બપોરે ૧૩.પ૦ કલાકે ઓખા પહોંચશે.ં

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર, જયપુર, દૌસા, બાંદસકુંઈ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.  આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩-ટાયર (ઈકોનોમી), સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસના કોચ હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh