Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ૬ આરોગ્ય કેન્દ્રોને મળ્યા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ
ખંભાળીયા તા. ૧૯: તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્યની કામગીરીમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના ૬ આરોગ્યકેન્દ્રોને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. જેમાં સૌથી વધુ સુવિધા સાથે સૌથી વધુ ગુણ ખંભાળીયાના કેશોદ ગ્રામ પંચાયતના આરોગ્ય કેન્દ્રએ મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ગામના સરપંચ તથા તેમની ટીમ તથા આરોગ્ય ટીમની સહિયારી કામગીરી સફળ થઈ છે. કેશોદ ગ્રામ પંચાયતે અગાઉ પણ ચાર વખત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા હતાં. તથા તાજેતરમાં પ્રજાસત્તાક પર્વના દિલ્હી એવોર્ડમાં પણ ગ્રામ પંચાયતને આમંત્રણ મળ્યું હતું.
દ્વારકા જિલ્લાના ૧૭૦ કેન્દ્રોમાંથી નેશનલ એવોર્ડ મેળવનાર કેશોદ પ્રથમ બન્યું છે. રાજ્યના ૬ કેન્દ્રોમાંથી સૌથી વધુ ૧૦૦ માંથી ૯ર.૮૧ ગુણ મેળવ્યા હતાં. દિલ્હીના અધિકારીઓના મોનીટરીંગ અને સુપરવિઝનમાં ગુજરાતમાં સૌથી વધુ આરોગ્ય સુવિધા પ્રાપ્ત કરાવતું કેન્દ્ર બન્યું છે.રાજ્ય તથા નેશનલ સટિફિકેટ સાથે વધારાની નાણાકીય સુવિધાઓ સાથે સરકારના માપદંડો તથા ગુણવત્તાઓનું અનુસરણ કરતું અવ્વલ નંબરનું કેન્દ્ર બનતા કેશોદ ખંભાળીયા તથા દ્વારકા જિલ્લા માટે ગૌરવની લાગણી ઉત્પન્ન થઈ છે.
ગામના અગ્રણીઓ કશ્યપભાઈ ડેર, મોહનભાઈ અબોટી, મુકેશભાઈ મોકરીયા વિગેરેએ ખુશાલી વ્યકત કરી ગૌરવપૂર્ણ ઘટનાને બિરદાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial