Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડી લોહાણા સમાજના વિલિનિકરણને સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકારઃ
જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજના ઉત્તરોત્તર વિકાસમાં જોડાયેલા છે. શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધી અને વિશિષ્ટ સંગઠનો સમાજની એક્તા માટે જોડાવવા તત્પર બન્યા છે.
જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજના અનેક પરિવારો વસે છે, પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાયી થઈ રહ્યા છે. તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલિનિકરણ કરવા મિટિંગ બોલાવી ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ઠરાવ મુજબ બેડી લોહાણા મહાજનનો વહીવટ જામનગર લોહાણા મહાજનને સુપરત કરી સંભાળે તે માટે જામનગરના લોહાણા મહાજનના પ્રમુખ તેમજ હોદ્દેદારોને બેડીમાં રામ મંદિર, લોહાણા મહાજન વાડીમાં રામનવમીના દિવસે આ કાર્ય અને નિર્ણયને વધાવવા માટે પધારવા આમંત્રણ આપ્યું હતું. લેખતિમાં વિનંતી પત્ર અને ઠરાવ અર્પણ કર્યો હતો.
લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને સમગ્ર હોદ્દેદારોએ આ ઠરાવને આવકારી સ્વીકારેલ અને નજીકના દિવસોમાં બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલિનિકરણ કરવા સમાજના વડીલો અને કમિટી સાથે ચર્ચા કરી આ બાબતે આગળ વધી બેડી લોહાણા મહાજનની લાગણીને અને વિનંતીને સ્વીકારવામાં આવશે, તેમ જીતુભાઈ લાલે લાગણી વ્યક્ત કરતા બેડી લોહાણા મહાજનમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જય શ્રી રામ અને જય જલારામના જયઘોષ સાથે આવકાર આપવામાં આવ્યો હતો તેમ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદ્મંત્રી રમેશભાઈ દત્તાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial