Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-બરૌની અને રાજકોટ-મહબૂબનગર વચ્ચે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેનો

રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ-બરૌની (બિહાર રાજ્ય) અને રાજકોટ-મહાબૂબનગર (તેલંગાણા રાજ્ય) વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૦૯પ૬૯ રાજકોટ-બરૌની સ્પેશિયલ રાજકોટથી ર૬ એપ્રિલ ર૦ર૪ થી ર૮ જૂન ર૦ર૪ સુધી દર શુક્રવારે રાજકોટથી ૧ર.પ૦ કલાકે ઉપડશે અને રવિવારે ૩.૩૦ કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૭૦ બરૌની-રાજકોટ સ્પેશિયલ ર૮ એપ્રિલ ર૦ર૪ થી ૩૦ જૂન ર૦ર૪ દરમિયાન દર રવિવારે બરૌનીથી ૧૩.૪પ કલાકે ઉપડશે અને મંગળવારે ૦પ.પ૦ કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, શામગઢ, ભવાની મંડી, કોટા, સવાઈ, માધોપુર, ગંગાપુરી સિટી, બયાના, ફતેહપુર સીકરી, આગ્રાનો કિલ્લો, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બકસર, અરાહ, દાનાપુર, પાટલીપુત્ર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩ - ટાયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ જનરલ કોચ હશે.

જ્યારે ટ્રેન નંબર ૦૯પ૭પ રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ રર એપ્રિલ ર૦ર૪ થી ર૪ જૂન ર૦ર૪ દરમિયાન દર સોમવારે ૧૩.૪પ કલાકે રાજકોટથી ઉપડશે અને બીજા દિવસે ૧૯.૩પ કલાકે મહેબૂબનગર પહોંચશે એ જ રીતે ટ્રેન નંબર ૦૯પ૭૬ મમહબૂબ્નગર-રાજકોટ સ્પેશિયલ ર૩ એપ્રિલ ર૦ર૪ થી રપ જૂન ર૦ર૪ દરમિયાન દર મંગળવારે મહબૂબનગરથી ર૧.૩પ કલાકે ઉપડશે અને ગુરૂવારે પ કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, અકોલા, વાશીમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધર્માબાદ, બસર, નિઝામાબાદ, રામરેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચરલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર કલાસ અને કેન્ડ કલાસ જનરલ કોચ હશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh