Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બનાવ સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયોઃ
જામનગર તા. ૧૯: જોડિયાના તારાણા ગામથી આમરણ તરફ જવાના માર્ગ પર બુધવારની રાત્રે એક યુવાનની બે શખ્સે કરપીણ હત્યા કરી નાખી છે. પોતાની વાડી તરફ જતા આ યુવાનના મોટાભાઈની હોટલ પાછળ કોઈ હિલચાલ તેઓએ જોયા પછી આરોપીઓને પડકારાતા તેમના પર હિચકારો હુમલો થયાનું અનુમાન કરવામાં આવ્યું છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધ્યો છે.
જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નિમુભા જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાન બુધવારની રાત્રે સાડા બારેક વાગ્યે તારાણા ગામથી આમરણ તરફ જતા માર્ગ પર પોતાના મોટાભાઈ જગુભા ઉર્ફે જગતસિંહ નિમુભાની મોમાઈ કૃપા નામની હોટલ પાસેથી જતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સે તેમના પર કોઈ કારણથી તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યાે હતો.
આ શખ્સોએ માથા, વાંસા, છાતી, પડઘામાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ બની ઢળી પડેલા ભૂપેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની ગઈકાલે સવારે હોટલે આવેલા જગુભાને જાણ થતાં તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી ગયેલી જોડિયા પોલીસે પીએસઆઈ બી.એલ. ઝાલાના વડપણ હેઠળ તપાસ શરૂ કરી હતી. જેમાં જામનગરથી ધસી આવેલી એલસીબી ટીમે પણ ઝુકાવ્યું હતું.
તે હોટલ તથા આજુ બાજુમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસાતા આ બનાવ રાત્રે સાડા બારેક વાગ્યે બન્યો હોવાનું બહાર આવ્યું છે. પોતાના ઘરેથી વાડી તરફ જતા ભૂપેન્દ્રસિંહે પોતાના મોટાભાઈની હોટલ પાછળ તે સમયે બે શખ્સને જોયા પછી તેઓ વચ્ચે બોલાચાલી થતી હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે. બાઈક પર આવેલા આ શખ્સો સાથે મૃતક ભૂપેન્દ્રસિંહ વાત કરતા જોવા મળ્યા છે અને તે પછી આ શખ્સો કોઈ કારણથી હથિયાર વડે તેમના પર તૂટી પડ્યા હતા અને હથિયારના ઘા ઝીંકી સ્થળ પરથી પલાયન થતાં પણ કેમેરાએ બતાવ્યા છે.
ઉપરોક્ત હકીકત પરથી પોલીસે મૃતકના મોટાભાઈ જગુભા જાડેજાની ફરિયાદ આઈપીસી કલમ ૩૦૨, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ નોંધી તપાસ આગળ ધપાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial