Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શરદકુમાર કલ્યાણજી વસંત દાતા પરિવારનું સન્માનઃ માવન સેવાના યજ્ઞ સમાન યોજાયો રક્તદાન કેમ્પ
જામનગર લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પારણાની નાત (સમૂહ જ્ઞાતિ ભોજન)નું આયોજન સાત રસ્તા સર્કલ પાસે 'અયોધ્યાનગરી' એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પરંપરા પ્રમાણે જલારામ બાપા તેમજ રામ ભગવાનની આરતી અને માસ્તાન (ભૂદેવો)ને ભોજન કરાવવામાં આવ્યું હતં. ત્યાર પછી મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનોએ સહ પરિવાર ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં રઘુવંશી અગ્રણી શરદકુમાર કલ્યાણજી વસંત દાતા પરિવારનું લોહાણા મહાજન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમારંભના સ્થળે માનવસેવાના યજ્ઞ સમાન રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ સમૂહ ભોજનનો લાભ અંદાજે વીસ હજાર જ્ઞાતિજનોએ લીધો હતો. લોહાણા મહાજનના આગેવાનો, પેટા સંગઠનોના હોદ્દેદારો, કાર્યકર ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત એવા રીલાયન્સ ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણી, જુનાગઢના ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટક, જિલ્લાના પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા હોદ્દેદારો, અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial