Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા મેજિસ્ટ્રેટના સુધારા હુકમ અનુસાર
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત ફરજ માટે નિમાયેલા ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની નિમણૂકમાં સુધારા હુકમ જાહેર કરાયો છે.
લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ ના અનુસંધાને ૧ર જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના તમામ પ વિધાનસભા મતદાર વિભાગો માટે જેમને મુખ્ય નિર્વાચીન અધિકારી તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકાર તરફથી ચૂંટણીવિષયક કામગીરી સોંપવામાં આવી છે. તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-ર૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧ર૯ અને ૧૪૪ ના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્ચિત કરવા માટે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી કરવમાં આવતા ખર્ચ પર દેખરેખ રાખી શકાય અને નિયંત્રણ જળવાઈ રહે તે હેતુથી ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોની રચના હુકમથી કરવામાં આવી છે, તેમજ ઉપરોક્ત હુકમ મુજબ તેમને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો આપવામાં આવ્યા છે.
અનિવાર્ય સંજોગોના કારણે સુધારા હુકમને ધ્યાનમાં રાખીને અમુક કર્મચારી કે અધિકારીઓની ફેરબદલી કરવાાં આવી છે. જેથી અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીને કમી કરવામાં આવ્યા છે અને તેમને આપેલા અધિકાર પરત ખેંચવામાં આવે છે, તેમજ તેમના સ્થાન પર અત્રે જણાવ્યાઅનુસાર કર્ચારીકે અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, તે સર્વેને તેમના વિસ્તાર કે કાર્યક્ષેત્રમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
જે અનુસાર ૭૮ જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં સુધીર જોષીના સ્થાને નાથુભાઈ આંબલિયા અને ૭૮ જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમમાં સુનિલ મહેશચંદ્ર શાહના સ્થાને ચૌહાણ મિલનની નિમણૂક કરવામાં આવી છે. ૭૮ જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ ટીમમાં અજયકુમાર કે. સિંઘના સ્થાન પર હિતેષ જોષીની નિમણૂક કરવામાં આવી છે, તેમજ ૭૯ જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં એ.એ. ચાવડાના સ્થાને રાજન માંડલિયાની નિમણૂક કરાઈ છે અને ૭૯ જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં એસ.પી. પરમારના સ્થાન પર શૈલેન્દ્રસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે.
ઉપર જણાવ્યા અનુસાર કર્મચારીઓ કે અધિકારીઓએ તેમને મળેલા કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે. આ અધિકારોનો દૂરૂપયોગ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial