Advertisement
Author: નોબત સમાચાર

'આપ'ના એમએલએ અમાનતુલ્લાખાનની ઈ.ડી. દ્વારા ધરપકડ

વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ

નવી દિલ્હી તા. ૧૯: ઈ.ડી.એ 'આપ'ના નેતા અમાનતુલ્લા ખાનની વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ ધરપકડ કરી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ઈ.ડી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૯ કલાકની પૂછપરછ પછી ઈ.ડી.એ તેની ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની પૂછપરછ પછી ઈ.ડી.એ તેની ધરપકડ કરી હતી. સુપ્રિમ કોર્ટના આદેશ પછી ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ઈ.ડી. સમક્ષ હાજર થયા હતાં.

આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ તરીકે ૩ર લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્હી વકફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્હી વકફ બોર્ડના ફંડનો દૂરૂપયોગ કર્યો છે. દિલ્હી વકફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરૂદ્ધ નિવેદન બહાર પાડ્યું હતું.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ પછી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'મોદી સરકાર સંપૂર્ણ રીતે ઓપરેશન લોટ્સમાં વ્યસ્ત છે. નકલી કેસ બનાવીને મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લા ખાન પર પાયાવિહોણો કેસ કરવામાં આવ્યો હતો. હું જલદી જ તાનાશાહીનો અંત લાવવા જઈ રહ્યો છું.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh