Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈએ છરી હુલાવી કે પોતે જ છરીનો ઘા માર્યાે?
ખંભાળિયા તા. ૧૯: પોરબંંદરના એક શખ્સને ૨૦ વર્ષની કેદની સજા પડ્યા પછી તેના પત્ની કલ્યાણપુરના ખીરસરા ગામમાં રહેવા આવી ગયા હતા. હાલમાં પેરોલ પર મુક્ત થયેલા આ શખ્સને તેની જાણ થતાં ખીરસરા આવી તેણે ધમાલ મચાવી હતી. ત્યારપછી ગઈકાલે રાત્રે તેને છરી હુલાવેલી હાલતમાં લોહીલુહાણ પરિસ્થિતિમાં વધુ સારવાર માટે જામનગર ખસેડાયો છે. બનાવની કલ્યાણપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
પોરબંદરના દિનેશ હરીશભાઈ નામના દલિત યુવાન સામે પોરબંદરમાં થોડા સમય પહેલાં આઈપીસી ૩૭૬ હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ શખ્સને જેલમાં ધકેલી દેવાયા પછી તેના પત્ની પોરબંદરમાંથી કલ્યાણપુરના ખીરસરા ગામમાં રહેવા આવી ગયા હતા.
ત્યારપછી હાલમાં દિનેશ પેરોલ પર છૂટ્યો હતો. તે શખ્સ પોતાના ઘરે પહોંચ્યા પછી તેને જાણ થઈ હતી કે, પત્ની ખીરસરા રહેવા ચાલ્યા ગયા છે તેથી સપ્તાહ પહેલાં દિનેશ ખીરસરા ગયો હતો.
આ શખ્સે ત્યાં જઈ પત્ની સાથે ઝઘડો કરતા તેણીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દિનેશને પકડી પાડવા વોચ પણ રાખી હતી પરંતુ દિનેશ ફરીથી આવ્યો ન હતો. તે દરમિયાન તેની પેરોલની મુદ્દત ગઈ તા.૧૬ના દિવસે પૂર્ણ થતી હતી તેથી દિનેશ જેલમાં ચાલ્યો ગયો હશે તેમ માની તેમના પત્નીએ હાશકારો અનુભવ્યો હતો. તે દરમિયાન ગઈકાલે રાત્રે દિનેશ ફરીથી ખીરસરા ધસી ગયો હતો.
જ્યાં તેણે પત્નીના ઘર પાસે જઈ ધમાલ મચાવ્યા પછી છરી બહાર કાઢી ત્યાં હાજર લોકોને ડરાવ્યા હતા. ત્યારપછી દિનેશે પોતાની જાતે શરીર પર છરીનો ઘા મારી લેતા તેને લોહીલુહાણ હાલતમાં ખંભાળિયા અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની પોલીસને જાણ કરાતા કલ્યાણપુરના પીએસઆઈ યુ.બી. અખેડ તથા સ્ટાફ દોડી ગયા છે. કિશન ભીખુભાઈનું નિવેદન નોંધવામાં આવ્યંુ છે. આ યુવાન પર કોઈએ હુમલો કર્યાે કે તેણે જાતે જ પોતાના શરીરમાં છરી હુલાવી? તેની તપાસ પોલીસ દ્વારા કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial