Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પડાણા, ઝાંખર અને સિંગચમાં આરોગ્ય શાખાનું ચેકીંગઃ
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના પડાણા, ઝાંખર, સિંગચ ગામમાં શાળાની ૧૦૦ મીટર વિસ્તારમાં તમાકુ બનાવટની વસ્તુ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેને વેચાણ કરવા અંગે જિલ્લા પંચાયતની ચેકીંગ ટીમ દ્વારા ૧૭ કેસ કરવામાં આવ્યા હતાં અને દંડનીય વસુલાત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના મોનીટરીંગમાં લાલપુર તાલુકાના પડાણા પાટીયા થઈ ઝાંખર હાઈ-વે, ઝાંખર ગામ અને સિંગચ ગામમાં આવેલ દુકાનોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
તેમાં જાહેર સ્થળે ધુમ્રપાન અંગેના ચાર કેસ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટની વસ્તુના વેચાણ અંગે ચાર કેસ, શૈક્ષણિક વિસ્તારની ૧૦૦ મીટરની ત્રિજયામાં તમાકુ બનાવટનું વેચાણ કરવાના ૯ મળી કુલ ૧૭ કેસ કરવામાં આવ્યા હતાં અને રૂ. ૩૨૦૦ની દંડનીય વસુલાત કરવામાં આવી હતી.
આ કામગીરી જિલ્લાના ડીઆઈઈસીઓ નિરજ મોદી, પડાણા સુપરવાઈઝર બી.એમ. ગોસાઈ, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા, હેલ્થ વર્કર ભાવેશ ગાગીયા, મેઘપર પોલીસ સ્ટેશનના મહેશભાઈ જોગલ વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial