Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિકાસ ઘટાડા સાથે વ્યૂહાત્મક નેટવર્ક દ્વારા
મુંબઈ તા. ૨૧: ભારતની મોટી પ્રાઈવેટ ફયુઅલ રિટેલર નયારા એનર્જીએ ર૦ર૪ ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક ઈંધણના વેચાણમાં ૧૪.૩ ટકાનો વધારો નોંધાવ્યો છે. નિકાસોમાં ઘટાડો થયો છે ત્યારે આ વૃદ્ધિ વધતી સ્થાનિક માંગને પહોંચી વળવામાં કંપનીની પ્રતિબદ્ધતા વ્યકત કરે છે. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન નયારાએ ભારતીય બજારોમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઈલ રિફાઈનરીમાં ઉત્પાદિત ડીઝલના ૭પ ટકા અને પેટ્રોલના ૬૦ ટકાનું વેચાણ કર્યું હતું.
રિટેલ ડિઝલનું વેચાણ વધીને ર.૦૮ મિલિયન ટન થયું હતું જે ગત વર્ષે આ જ ગાળામાં ૧.૮ર મિલિયન ટન કરતાં વધુ હતું જ્યારે રિટેલ પેટ્રોલ વેચાણ વધીને ૦.૯૧૬ મિલિયન ટન થયું હતું જે ગયા વર્ષે આ જ ગાળામાં ૦.૮૦૯ મિલિયન ટન હતું.
નયારા એનર્જીએ વ્યૂહાત્મક રીતે તેનું રિટેલ નેટવર્ક વિસ્તાર્યું છે જેમાં હવે સમગ્ર ભારતમાં ૬,પ૦૦ થી વધુ પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે. જેમાં ૯૯ ટકા સ્ટેશનો ફુલ્લી ઓટોમેટેડ છે.
આ ફયુલ સ્ટેશનો પૈકીના લગભગ ૩પ ટકા ટિયર ૩,૪ અને પ નગરોમાં આવેલા છે. જે મોબિલિટી વધારે છે અને સ્થાનિક વેપારને સમર્થન આપે છે. મજબૂત સ્થાનિક માંગને પ્રતિસાદ આપતા નયારાના પેટ્રોલ નિકાસ વેચાણો ગત વર્ષે કુલ પેટ્રોલ વેચાણના ૩૬ ટકાથી ઘટીને વર્તમાન ત્રિમાસિક ગાળામાં ર૧ ટકા થયા હતાં. કંપનીએ ૦.૬પ મિલિયન ટન ડીઝલ, ખાસ કરીને આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્યપૂર્વમાં નિકાસ સહિત કુલ ૧.૩૬ મિલિયન ટન ઈંધણની નિકાસ કરી હતી.
આ અંગે નયારા એનર્જીના સીઈઓ એલેસેન્ડ્રો દ દોરિદસે જણાવ્યું હતું કે નયારા એનર્જી તેનો સ્થાનિક વેપાર સ્થિત ગતિએ ઊભો કરી રહી છે અને ભારતની વૃદ્ધિને વેગ આપવાની સંભાવના ધરાવતા વંચિત બજારોમાં તેનું રિટેલ નેટવર્ક વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવી રહી છે. અમારા લગભગ ૩પ ટકા રિટેલ આઉટલેટ્સ ગ્રામીણ વિસ્તારોમાં હોવાથી અમે મોબિલિટી વધારવામાં તથા વેપારને ઉત્તેજન આપતા નવા શહેરી કેન્દ્રોને જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં માનીએ છીએ. સ્થાનિક બજારોમાં વેચાતી અમારી પ્રોડકટ્સનો સ્થિર ગતિએ વધી રહેલો હિસ્સો અને અમારા સંસ્થાકીય વેપારમાં વાર્ષિક ધોરણે જોવાયેલી વૃદ્ધિ આપણા દેશ માટે એક મજબૂત એનર્જી પાર્ટનર તરીકે નયારા એનર્જીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. એકંદરે નયારા એનર્જીની કામગીરી ભારતના ઉર્જા ક્ષેત્રે એક મહત્ત્વની કંપની તરીકેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જે દેશના રિફાઈનિંગ આઉટપુટ તેમજ આર્થિક આકાંક્ષાઓમાં મહત્ત્વપૂર્ણ રીતે યોગદાન આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial