Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે આવકાર્યાઃ
મુંબઈ તા. ર૧: મહારાષ્ટ્રમાં ભાજપને જબરો ઝટકો લાગ્યો છે. એક કદાવર નેતાના પ્રખર સમર્થકો કોંગ્રેસમાં જોડાયા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા બેઠક પરની પેટા ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના બનેવી અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટીલ ખટગાંવકર અને તેમની બહેન ડો. મીનલ પાટીલ ખટગાંવકર તથા પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પોકર્ણા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, 'ભાસ્કરરાવ કોઈપણ પદના લોભ વગર કોંગ્રેસમાં જોડાયા છે. આવા કાર્યકરને આવકારતા મને ખુશી થાય છે.' ઉલ્લેખનિય છે કે, નાંદેડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રહેલા વસંત ચવ્હાણના નિધન પછી પેટા ચૂંટણી યોજાવાની છે.
નાના પટોલેએ કહ્યું કે, 'નાંદેડમાં સંગઠન સતત મજબૂત થઈ રહ્યું છે. અશોક ચવ્હાણ પહેલા કોંગ્રેસી જ હતાં અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતાં, જો કે તેમ છતાં કોંગ્રેસે તેમની સામે કોઈ શાબ્દિક કે તીખા પ્રહાર નહોતા કર્યા.' સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસે અશોક ચવ્હાણને જવાબ આપવા માટે આ પદ્ધતિ શોધી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial