Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રૂપિયા ૫.૪૪ કરોડના વિકાસના કામો મંજૂરઃ સેટઅપ સુધારો માન્ય

 સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં

જામનગર તા. ૨૧: જામનગર મહાનગર-પાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૂા. પ કરોડ ૪૪ લાખના વિવિધ વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી તેમજ મંજુર થયેલ સેટઅપમાં મળેલા સુધારા-વધારાને માન્ય રાખી આખરી મંજુરી માટે દરખાસ્ત સામાન્ય સભામાં મોકલી આપવા નિર્ણય લેવાયો હતો.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટે.કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ૧ર સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિ. ભાવેશ જાની, આસી. કમિશનર (ટેક્ષ) જિગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ખીજડીયા પમ્પહાઉસ તથા જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ અને ઉંડ-૧, સસોઈ તથા આજી-૩ ડેમ સાઈટમાં માનવશક્તિ પૂરી પાડીને કોમ્પ્રીહેન્સીવ ઓપરેશનના અને મેન્ટેનન્સના કામ માટે રૂા. ૧૧૬.૯૬ લાખ, સોલેરીયમ ઝોન વિસ્તારમાં સ્ટેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર લાઈન નેટવર્ક તથા નવી આરસીસી બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે વાર્ષિક રૂા. ૧૦.૬૮ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

સિવિલ વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧,૬,૭માં મેટલ, મોરમ, ગ્રીટ પાથરી આપવાના કામ માટે વધારાનું રૂા. પ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વોર્ડ નં. ર,૩,૪ માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સીસી પેચવર્ક (સીસી ચરેડા) ના કામ માટે વધારાનો રૂા. ૧૯.૯૬ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

વોર્ડ નં. ૧પમાં દરેડથી લાખોટા લેક સુધી આવતી ફીડીંગ કેનાલમાં જીઆઈડીસી ઉદ્યોગના પાણી ભળે નહીં તેના માટે પાઈપ ડ્રેનેજના કામ અંગેની દરખાસ્તના કામ અંગે સ્વભંડોળ કેપિટલ હેડે ખર્ચ બુક કરવા નિર્ણય લેવાયો હતો.

મંજુર થયેલ સેટઅપના સુધારા અંગે દરખાસ્ત અન્વયે યુનિયનનો અને કર્મચારીઓના વાંધા સુચનો અંગે જે તે જગ્યાનો અનુભવ ૭ વર્ષના બદલે પ વર્ષ, ૩ વર્ષના બદલે ર વર્ષ તેમજ ટ્રેઝરર અને શોપ ઈન્સેપકટરની જગ્યા યથાવત રાખવા તેમજ એસ્કેવેટર લોડર મશીન ડ્રાયવર, ટ્રીમીંગ મશીન ડ્રાયવરની જગ્યા સરકારના પરિપત્ર મુજબ આઉટસોર્સિંગથી કામગીરી લેવા અંગે મંજુર કરવામાં આવી હતી અને ભલામણ સાથે સામાન્ય સભામાં મોકલી આપવા નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત સેટઅપ સુધારા અંગેની વધુ એક દરખાસ્તમાં સરકારમાં મંજુર કરવામાં થતી લાયકાતમાં ડે.કમિશનર, આસી. કમિશનર (ટેકસ), એમઓએચ અને કાર્યપાલક ઈજનેરની જગ્યાઓ પર સીધી ભરતી/બઢતીથી નિમણૂક માટે ભલામણ સાથે દરખાસ્ત જનરલ બોર્ડમાં મોકલવા નિર્ણય લેવાયો હતો. તેમજ ફાયર પ્રિવેન્શન વીંગની જુદીજુદી જગ્યાઓ માટેના રીક્રુટમેન્ટ રૂલ્સ ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવા મંજુર કરાયું હતું.

ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી રૂા. ૬.૩ર લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. હરિયા કોલેજ રોડ, સાંઢીયા પુલથી કનસુમરા ગામ સુધીના ૧૮ મીટર પહોળા રેલવે ટ્રેકને સમાંતર ડીપી રોડને જોડતા ૧૮ મીટર પહોળા ડીપી રોડની અમલીકરણ માટેની ધોરણસર અમલવારી કરવા નિર્ણય લેવાયો હતો. ટીપી રસ્તાઓમાં મેટલ રોડ બનાવવાના કામ માટેની દરખાસ્ત અન્વયે રાધિકા સ્કૂલ સામેના રોડ તથા ઠેબાથી ખીજડીયા બાયપાસ જતાં રોડના વચ્ચેના વિસ્તાર માટે રૂા. ૩૬૯.૬પ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજુ કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં. ૧૧ માં રેલવે લાઈનને સમાંતર, રેલવે લાઈન ક્રોસીંગ પાણી નિકાલના પાઈપ માટે રૂા. ૧પ.પ૬ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

આમ આજની બેઠકમાં કુલ રૂા. પ કરોડ ૪૪ લાખના વિવિધ ખર્ચાઓ મંજુર થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh