Advertisement
Author: નોબત સમાચાર

ઓછા ભાવે શેર અપાવવાની લાલચ બતાવી છેતરપિંડીના ગુન્હામાં વધુ એક શખ્સ ઝબ્બે

જામનગર તા. ૨૧: જામનગરના એક આસામીને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવમાં શેર અપાવી દેવાની લાલચ બતાવી છેતરપિંડી આચરાયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં સાયબર ક્રાઈમ ટીમે વધુ એક આરોપીને રાજકોટમાંથી દબોચી લીધો છે. આ આરોપી દુબઈથી રાજકોટ આવ્યો છે.

જામનગર જિલ્લામાં એક આસામીને સોશિયલ મીડિયા પર શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની માં રોકાણ કરવા માટે અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવી ફાયદો અપાવવાની લાલચ બતાવી છેતરપિંડી કરાયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

તે ગુન્હામાં અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે આરોપીઓની ધરપકડ કર્યા પછી યથાવત રાખેલી તપાસમાં વધુ એક આરોપી રાજકોટમાં આવ્યો હોવાની બાતમી હે.કો. પ્રણવ વસરા, દર્શિત સીસોદીયા, કાળુભાઈ વસરા, વિક્કી ઝાલાને મળતા પીઆઈ આઈ.એ. ધાસુરાને વાકેફ કરાયા પછી સાયબર ક્રાઈમ ટીમ રાજકોટ ધસી ગઈ હતી.

ત્યાંથી સાધુ વાસવાણી રોડ પર રહેતા જયંતિલાલ ચુનીલાલ રવૈયા ઉર્ફે જયંત જોષી નામના આરોપીને પકડી પાડયો છે. આ શખ્સ તાજેતરમાં જ દુબઈથી રાજકોટ આવ્યો હતો. તેની પોલીસે અટકાયત કરી જામનગર ખસેડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh