Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા. રપ લાખથી વધુના દાતા સૂચવે તેની તકતી મૂકાશેઃ
જામનગર તા. ર૧: વારીઆ ડેલામાં આવેલ શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં નવા બંધાતા વ્યાખ્યાન હોલને દાતાના નામથી સુશોભિત કરવા માટે દાનની સરવાણી વરસાવા દાતાઓને આહ્વાન કરાયું છે.
શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, ચાંદીબજાર, જામનગરના વારીઆના ડેલામાં આવેલ શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં એક નવો, ૧૦૦૦ ફૂટનો નવો વ્યાખ્યાન હોલ બનાવવામાં આવી રહ્યો છે તે પૂર્ણતાને આરે છે. સંઘે નક્કી કરેલ છે કે જે ભાગ્યાશાળી દાતા રૂા. રપ,૦૦,૦૦૦ પચ્ચીસ લાખથી વધારે રકમ આપવાની ભાવના પ્રગટ કરશે અને શ્રી સંઘ તે અંગેનો નિર્ણય કરશે તે મુજબ દાતાશ્રી જે નામ સૂચવશે તે નામની ર બાય ૧ર ફૂટના માપની આરસની તકતી મૂકાશે.
આ બાબતે વધુ માહિતી માટે સેક્રેટરી શ્રી હેમતભાઈ મેતા (મો. ૯૪ર૮પ ૬૯પ૮૦) તથા શ્રી દિપકભાઈ શાહ (મો. ૯૮ર૪ર ૪૦૬૬૦) નો સંપર્ક કરી શકાય છે. આખરી નિર્ણય કરતી વેળાએ જે જે દાતાઓએ દાનના ભાવ પ્રગટ કર્યા હશે તે તમામની સંયુક્ત મિટિંગ કરી નક્કી કરવામાં આવશે. ધનતેરસના દિવસે નામ જાહેર કરવમાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial