Advertisement
Author: નોબત સમાચાર

પુષ્કરણા બ્રાહ્મણ જ્ઞાતિને ઉતારી પાડતા લખાણ સામે ખંભાળિયામાં વિરોધ વંટોળ

વિઘ્ન સંતોષીએ સોશિયલ મીડિયામાં બનાવ્યું ફેક આઈડીઃ

ખંભાળિયા તા. ૨૧: ઓખામંડળના બેટ દ્વારકામાં આવેલા પુષ્કરણા બ્રાહ્મણ જ્ઞાતિના ઈષ્ટદેવના મંદિરના નામે કોઈ શખ્સે ફેસબુક પર ફેક આઈડીથી એકાઉન્ટ એક્ટિવેટ કર્યા પછી તેમાં આ સમાજને બદનામી મળે તે પ્રકારના સ્લોગન લખી લાગણીને ઠેસ પહોંચાડતા દ્વારકા એસપી તથા સાયબર ક્રાઈમ પોલીસને રજૂઆત કરવામાં આવી છે.

જામનગર ૫ુષ્કરણા બ્રાહ્મણ જ્ઞાતિને બદનામ કરવાના હેતુથી ફેસબુક પર કોઈ શખ્સે ઓખામંડળના બેટ દ્વારકામાં આવેલા જ્ઞાતિના ઈષ્ટદેવનું ફેક આઈડી બનાવી તેના પર કેટલાક સ્લોગન મૂકી જ્ઞાતિની લાગણીને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે.

આ શખ્સે સોશિયલ મીડિયામાં પુષ્કરણા બ્રાહ્મણ સમાજને નીચો દેખાડવા માટે કેટલાક ધૃણાસ્પદ આરોપો મૂક્યા છે. ફેક આઈડી બનાવનાર આ શખ્સને પકડી પાડવા તથા તેની સામે કડક પગલાં ભરવા માગણી કરવામાં આવી છે. આ બાબતે જામનગર પુષ્કરણા બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી કેતન અજીતભાઈ જોષીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh