Advertisement
Author: નોબત સમાચાર

સુરત નજીક ટ્રેન ઉથલાવવાનું નિષ્ફળ કાવતરૃં: તપાસ શરૂ

રેલવે સ્ટાફની સતર્કતા થકી દુર્ઘટના ટળી પણ દોડધામ વધી

સુરત તા. ર૧: સુરત નજીક ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવાયું છે. દુર્ઘટના ટળી પરંતુ દોડધામ વધી છે. સુરતના કીમ નજીક અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેક ઉપર ફિશ પ્લેટ ખોલી નાખવામાં આવી હતી. રેલવે સ્ટાફની સતર્કતાથી મોટો અકસ્માત થતા રહી ગયો છે. અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા પછી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જો કે રેલવે સ્ટાફની સતર્કતાને લીધે કોઈ મોટો અકસ્માત સર્જાયો નથી. મોટી દુર્ઘટના સર્જાતા પહેલાં ટળી ગઈ છે.

સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસ અંગે મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકના ફિશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી.

જો કે, આ બધાના પગલે રેલવે અધિકારીઓએ તરત જ નિર્ણય લીધો અને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો હતો. રેલવે કર્મચારીઓએ ઘટનાની ગંભીરતાને સમજતા જ બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી.

પશ્ચિમ રેલવે, વડોદરા ડિવિઝનને આજે તેનો એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોને કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી તે ઝડપાતા ટ્રેનની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જો કે ઝડપથી જ લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઘટનામાં રેલવે વિભાગને વધુ તપાસ કરવી અનિવાર્ય છે., કારણ કે,આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી ગઈ છે. તેઓએ ફરિયાદ નોંધીને અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ પ્રકારના પ્રયત્નોનો સંકેત આપતી આવા ગુના આપણી સલામતી માટે એક ગંભીર પડકાર છે.

નોંધનીય છે કે, લોકોની સુરક્ષા માટે રેલવે વિભાગ હવે વધુ સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ છે. તેનાથી લોકોમાં અવિશ્વાસના બીજ ના ફેલાય તે માટે રેલવે વિભાગે જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરાઈ છે.

આ ઘટના જાગૃતિ લાવવા અને રેલવેની સુરક્ષા દૃષ્ટિએ વધુ મજબૂત પગલાં ભરવાની જરૂરિયાતને ઊભી કરે છે. ટ્રેન મુસાફરોની સલામતી આપણા સર્વોપરી છે અને રેલવે વિભાગે આ બાબતમાં કોઈપણ પ્રકારની નાકામીઓ પર ગંભીરતાથી વિચારી કરવાની આવશ્યકતા છે.

ઉલ્લેનીય છે કે, સુરત કીમ નજીકની આ ઘટના એક પડકારરૂપ સ્થિતિ છે. આવી ઘટનાઓ દેશમાં વધી રહી છે. જેમાં અસામાજિક તત્ત્વો દ્વારા ટ્રેનના પાટા પણ ફિશ પ્લેટ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તો તેને હળવાશથી લઈ શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉત્તર પ્રદેશના રામપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ રેલવેના પાટા પર ટેલીફોનના તાર લગાવવામાં ઉપયોગ થનાર એક જૂના છ મીટર લાંબા  લોખંડનો થાંભલો મૂકી દેધો હતો. જો કે દેહરાદૂન એકપ્રેસ ટ્રેનના ચાલક દ્વારા ઈમરજન્સી બ્રેક લગાવવામાં આવતા અકસ્માત ટળી ગયો હતો.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ ૪૩ કિલોમીટર દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઈ હતી. રૂદ્રપુર સિટી સેકશનના રેલવે એન્જીનીયર રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ સ્ટેશન પાસે રેલવેના પાટા પર મોટા લાકડાં મૂકી દેવામાં આવ્યા હતાં, જેના ટકરાતા એક પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ થતા કોઈ દેશવ્યાપી દેશવિરોધ કાવતરું રચાયું હોય તેમ જણાય છે. આ તમામ ઘટનાઓની ઉંડી તપાસ કેન્દ્રીય એજન્સીઓએ ઝડપભેર કરવી જોઈએ, તેવા જન પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh