Advertisement
Author: નોબત સમાચાર

રોકાણકારોને નવડાવી દેનાર કર્મચારીની જામીન અરજી રદ્દ

પેઢી સામે પોલીસમાં થઈ છે રાવઃ

જામનગર તા. ૨૧: જામનગરના કેટલાક રોકાણકારોને વધુ ફાયદો અપાવવાની લાલચ બતાવી લાખોમાં નવડાવી દેનાર પેઢીના એક મહિલા કર્મચારીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના કેટલાક રોકાણકારોને વધુ ફાયદો અપાવવાની આંબા આંબલી બતાવી ક્રેડીટ બુલ્સ નામની પેઢી ચલાવતા સંચાલકોએ ઠેંગો બતાવી દીધાની પોલીસમાં જે તે વખતે ફરિયાદ કરવામાં આવી હતી.

તે ગુન્હામાં પોલીસે તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી અને જેલહવાલે કરી દીધા હતા. જેલહવાલે રહેલા આરોપી પૈકીના ફરઝાના ઈરફાન અહેમદ શેખ નામના મહિલા આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી નકારી કાઢી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh