Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીયો સાથે મુલાકાતઃ દ્વિ૫ક્ષિય બેઠકો યોજશે
નવી દિલ્હી તા. ર૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના આજથી ૩ દિવસના પ્રવાસે રવાના થયા છે. તેઓ કવાડ સમિટમાં ભાગ લેશે અને યુએનમાં સંબોધન કરશે. ભારતીયો સાથે પણ મુલકાત કરશે. તદ્ઉપરાંત અનેક દ્વિપક્ષીય બેઠકો યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી કવાડ સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આજે હું રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા તેમના હોમટાઉન વિલ્મિંગ્ટનમાં આયોજીત કવાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાવિ સમિટને સંબોધિત કરવા માટે ઉત્સુક છું. હું અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. હું કવાડ સમિટમાં મારા સાથીદારો પ્રમુખ બિડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે જોડાવા માટે આતુર છું.
વડાપ્રધાન તરીકે તેઓ અત્યાર સુધીમાં ૮ વખત અમેરિકા ગયા છે અને હવે તેઓ તેમની નવમી મુલાકાતે છે. વિદેશ મંત્રાલયએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૧થી ર૩ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ર૧ સપ્ટેમ્બરે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં આયોજીત ક્વોડ લીડર્સની ચોથી સમિટમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કરશે.
આ પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તેમના કાર્યકાળ દરમિયાન ૪ વખત અમેરિકા ગયા હતાં. મોદી અને તેમના પુરોગામી મનમોહનસિંહ સહિત કુલ ૯ ભારતીય વડાપ્રધાનો અત્યાર સુધીમાં સત્તાવાર રીતે યુએસની મુલાકાતે ગયા છે. પૂર્વ પીએમ મનમોહનસિંહ ૮ વખત અમેરિકા ગયા હતાં. જ્યારે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ ૪ વખત અમેરિકા ગયા હતાં. અટલ બિહારી વાજપેયી પણ ચાર વખત અમેરિકા જઈ ચૂક્યા છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી (૩ વખત), પી.વી. નરસિમ્હા રાવ (ર વખત), અને મોરારજી દેસાઈ અને આઈ.કે. ગુજરાલ એક વખત અમેરિકાની મુલાકાતે ગયા છે.
પીએમ મોદી ર૧ ના ર૩ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ દરમિયાન કવોડ લીડર્સ સમિટ સહિત તેઓ ઘણી મોટી ઈવેન્ટસમાં ભાગ લેશે. વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. આ પછી રર-સપ્ટેમ્બરે તેઓ ન્યુજર્સીમાં ભારતીય સમુદાય સાથે સંબંધિત એક કાર્યક્રમમાં સંબોધન કરશે. પ્રવાસના અંતિમ દિવસે ર૩-સપ્ટેમ્બરે તેઓ સંયુક્ત રાષ્ટ્રની 'સમિટ ઓફ ધ ફ્યુચર' માં પણ ભાગ લેશે અને ત્યાં પણ સંબોધન કરશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial