Advertisement
Author: નોબત સમાચાર

મેળામાં કરેલા વ્યવસાયમાં ભાગના મુદ્દે યુવાન પર હુમલોઃ બે શખ્સ સામે ફોજદારી

મોટા વડાળામાં હુમલાની કરાઈ વળતી ફરિયાદઃ

જામનગર તા. ૨૧: જામજોધપુરના બે વ્યક્તિએ મેળામાં રાઇડ્સ લગાવવાનો ભાગીદારીમાં ધંધો કર્યા પછી ભાગના મામલે મનદુખ થતાં એક યુવાન પર બે શખ્સે હુમલો કરી માર માર્યાની તથા વચ્ચે પડનાર એક મહિલાનો કુર્તાે ફાડી નખાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કાલાવડના મોટા વડાળામાં હુમલાની વળતી ફરિયાદ કરવામાં આવી છે.

જામજોધપુર શહેરમાં તિરૂપતિ સોસાયટીમાં રહેતા ભાવેશ મગનભાઈ ચનીયારા અને તેના મિત્ર જયદીપ જમનભાઈ ખાંટે જામજોધપુર તેમજ કાલાવડના રણુજામાં યોજાયેલા મેળામાં રાઈડ્સ મુકવા ભાગીદારી કરી હતી.

બંને સ્થળે યોજાયેલા મેળામાં ધંધો કર્યા પછી ગઈ તા.૧રની રાત્રે નવેક વાગ્યે ભાવેશ તથા જયદીપ રણુજા મેળામાંથી મોટરસાયકલ પર જામજોધપુર જવા માટે નીકળ્યા હતા. માર્ગમાં બંને વચ્ચે ધંધામાં ઉપજેલી રકમના ભાગ બાબતે બોલાચાલી થતાં લાલપુર તાલુકાના પાંચસરા ગામના પાટીયા પાસે મોટરસાયકલ ઉભુ રાખી જયદીપે ગાળો ભાંડો હતી. આ વેળાએ કાળુ જેઠવાએ ભાવેશને પકડી રાખ્યો હતો અને જયદીપે ફડાકા ઝીંકી ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ વેળાએ ભાવેશના પત્ની, તેના માતા આવી જતા તેઓને પણ ગાળો ભાંડી જયદીપે ઝપાઝપી કરી હતી અને ભાવેશના પત્નીનો કુર્તાે ફાડી નાખ્યો હતો. લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડના મોટા વડાળા ગામમાં રહેતા દિનેશ રાઘવભાઈ ગમઢાએ ગઈકાલે પિયુષ જયંતિભાઈ કોટડીયા તથા પ્રફુલ ધીરજભાઈ વાઘેલા નામના બે શખ્સ સામે ધોકા, પાઈપ વડે હુમલો કરી માર માર્યાની અને વચ્ચે પડનાર દિનેશભાઈ માતા સવિતાબેનને પણ ગાળો ભાંડી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા બુધવારે પિયુષે કાલાવડ પોલીસ મથકમાં દિનેશ રાઘવભાઈ સહિત બે સામે હુમલાની ફરિયાદ કર્યા પછી ગઈકાલે દિનેશે વાડીમાં આવવા જવાના રસ્તા બાબતે ચાલતા જૂના મનદુખના કારણે પિયુષે હુમલો કર્યાની વળતી રાવ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh