Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વામીનારાયણનગરથી ગાંધીનગર સુધી
જામનગર તા. ૨૧: જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીનો માર્ગ હાલ ૧૨ મીટર પહોળાઈનો બનાવવા માટે ડીપી કપાત કરવામાં આવનાર છે. આ માટે અસરગ્રસ્તોને નોટીસો પાઠવાઈ છે અને તેમના વાંધા-સૂચનો સાંભળવામાં આવનાર છે.
સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી ૩૦ મીટરનો ડીપી રોડ બનાવવા માટે આયોજન થયું હતું. આ પછી પ્રબળ વિરોધ થતા હાલ ૧૨ મીટરની પહોળાઈનો રોડ બનાવવા માટે ડીપી કપાત કરવા નક્કી કરાયું હતું. જે-તે સમયે આ મુદ્દે રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું હતું અને વધુ પાડતોડ નહીં કરવા દબાણ થતા આખરે ૩૦ ના બદલે ૧૨ મીટરનો રોડ કરવા નિર્ણય લેવાયો હતો. હવે તેની અમલવારી કરવામાં આવનાર છે. અને ૩૩૧ અસરગ્રસ્તોને નોટીસ પાઠવાઈ છે અને બે દિવસ પછી તેઓના વાંધા-સૂચનો રૂબરૂ સાંભળવામાં આવનાર છે. ત્યારપછી રોડ પહોળો કરવાની કામગીરી માટે પાડતોડ શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial