Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧ લાખ પ હજાર રોકડા પોલીસે ઝબ્બે લીધાઃ
જામનગર તા. ૨૧: જામનગરમાં વ્હોરાના હજીરામાં આવેલી દરગાહમાં દાનપેટી તોડી રૂપિયા પોણા બે લાખની રકમ ચોરી કરી લેનાર બે શખ્સ મોરબીના માળીયાથી નવલખી વચ્ચેના માર્ગ પરથી રૂા.૧ લાખ પ હજાર રોકડા સાથે ઝડપાઈ ગયા છે. આ શખ્સોને મોરબી પોલીસે બાતમીના આધારે પકડી લઈ પૂછપરછ કરતા આ શખ્સોએ ઉપરોક્ત ચોરી કબૂલવા ઉપરાંત અન્ય વીસ ગુન્હા પણ પોતાની સામે નોંધાયાની કેફિયત આપી છે.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા વ્હોરાના હજીરા સ્થિત દરગાહમાં થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદર રાખવામાં આવેલી દાનપેટી તોડી તેમાંથી રૂપિયા પોણા બે લાખ જેટલી રોકડ રકમની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ગુન્હાની ચાલી રહેલી તપાસ દરમિયાન મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે, બુલેટ મોટર સાયકલ પર માળીયા બાજુથી નવલખી તરફ જઈ રહેલા બે શખ્સ જામનગરમાં ચોરી કર્યા પછી નવલખી તરફ ચોરી કરવા જઈ રહ્યા છે. તે બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી પોલીસે નવલખી ફાટક પાસેથી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામના સીકંદર સીદીક પઢીયાર તથા રાજકોટના કરણપરામાં રહેતા વિવેક બિરેન્દ્રસિંગ ચૌહાણ નામના મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના વતની શખ્સને દબોચી લીધા હતા.
આ શખ્સોની પૂછપરછ હાથ ધરાતા આ શખ્સોએ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં વ્હોરાના હજીરામાં દરગાહમાં હાથફેરો કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સો પાસેથી રૂા.૧ લાખ પ હજાર રોકડા કબજે કરવામાં આવ્યા છે. બંને શખ્સે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોતાની સામે ૨૦ ગુન્હા નોંધાયા હોવાનું કબૂલ્યું છે. બંને શખ્સની પૂછપરછ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial