Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જનતાને નડતી અનેક સમસ્યા અંગે મેયર કેમ ચૂપ ? કોંગ્રેસનું મેયરને આવેદન

જામનગર તા. ર૧: જામનગર શહેરની જનતાની સમસયામાં આપ કેમ મૌન છો...? તેવા આક્ષેપ સાથે આજે મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર અને કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જામનગર જે પેરીસ તરીકે ગણાતું અને છોટીકાશી તરીકે જેને બિરદાવવામાં આવે છે, એ જામનગર આજે ભાજપ શાસિત જામનગર મહાપાલિકાના પામે ખાડાનગર અને ગંદકી નગર તરીકે જાણીતું થયું છે. આનો જો શ્રેય ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાને જાય તો નવાઈ નહીં અને આ જામનગરની જનતાની આ સમસ્યા મુદ્દે જામનગરના પ્રથમ નાગરિક તરીકે આપ કેમ મૌન છો...? આવી રજૂઆત સાથે આજે કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન પાઠવાયું હતું.

જામનગર શહેરમાં વરસાદ પડવાથી જામનગરના તમામ રસ્તાઓમાં મસમોટા ખાડા પડ્યા છે. એક મહિના પહેલા વરસાદ થયો હતો. આમ છતાં કોઈપણ જાતના પેચવર્ક કે આ ખાડાને બુરવામાં આવ્યા નથી. જામનગરની જનતા આ ખાડામાં પાડીને અકસ્માતનો ભોગ પણ બની રહી છે. તળાવની પાળની જે બીજા તળાવમાં બ્યુટીફિકેશનના નામે જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. જામનગર મ્યુનિ. કમિશ્નર તથા લગત અધિકારીને ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ ન થતું હોય તેવી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. અને આજે પણ તમારી આંખ નીચે આ તળાવનું ભ્રષ્ટાચારનું કામ ચાલુ છે. શું તમે આમાં કઈ બોલશો ખર ?

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાની તમામ શાખાઓ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની હોય, એવું નથી પણ જામનગર મહાનગરપાલિકાની જે સ્ટે.કમિટીની બેઠક મળે છે એ પણ હવે સેટિંગ કમિટી તરીકે જનતાના મોઢે ચર્ચાય રહી છે. જામનગરની આરોગ્ય શાખા, સિવિલ શાખા, ટીપીઓ, એસ્ટેટ શાખા, સોલીડ વેસ્ટ શાખા જ્યાં ભ્રષ્ટાચાર કરવા માટેની હરિફાઈ ચાલે છે. તો આપ આ મુદ્દે કેમ મૌન છો ?

આપ જામનગરના પ્રથમ નાગરિક છો આપની ફરજ છે કે જામનગરની જનતાને આ ભ્રષ્ટાચારી શાખાઓથી બચાવવા માટે આપ શું કરશો ? લોક મુખે ચર્ચા પણ છે સ્ટે. કમિટી સેટિંગ કરે છે તો મેયર કેમ ચુપ છે?

આથી આપ દ્વારા તાત્કાલિક જામનગરની જનતાની સમસ્યાનો નિકાલ નહીં કરો તો જનતાને સાથે રાખી અને આપની સમક્ષ જનતાના પ્રશ્નોનો જવાબ લેવા આપની કચેરીએ આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ આ આવેદનમાં આપવામાં આવી છે.

આવેદનપત્ર પાઠવતા વેળાએ જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના ધવલ, નંદા, કોંગ્રેસના કોર્પોરેટર, આગેવાનો, કાર્યકરો વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh