Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુપ્તચર રિપોર્ટને ટાંકીને સનસનીખેજ દાવોઃ
ઈન્ફાલ તા. ર૧: મણિપુરમાં મ્યાન્મારથી ૯૦૦ આતંકવાદી ઘૂસ્યા હોવાનો ગુપ્તચર રિપોર્ટમાં સનસનીખેજ દાવો કરાયો છે. આ આતંકીઓ હવે મૈતઈ ગામોને ટારગેટ કરી શકે છે. ૩૦-૩૦ ના જુથમાં વ્હેંચાઈ ગયા હોવાનું કહેવાય છે. રાજ્યમાં ૧૬ મહિનાથી હિંસા ચાલુ છે. હવે નવા ઈનપુટથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
મણિપુરમાં છેલ્લા ૧૬ મહિનાથી હિંસા ચાલી રહી છે. દરમિયાન એક ઈનપુટે રાજ્યની સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
ઈન્ટેલિજન્સને ટાંકીને આવી રહેલા દાવા મુજબ ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઈલ્સ, મિસાઈલ અને જંગલ યુદ્ધની તાલીમ મેળવનારા ૯૦૦ થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમાર થઈને મણિપુરમાં પ્રવેશ્યા છે. આ આતંકવાદીઓ ૩૦ સભ્યોના જુથોમાં વહેંચાયેલા છે અને રાજ્યભરમાં ફેલાયેલા છે. મળતી માહિતી મુજબ ર૮ સપ્ટેમ્બરે આ આતંકવાદીઓ મીતાઈ જુથના ગામો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે આજે ઈમ્ફાલમાં આ ગુપ્તચર અહેવાલની પુષ્ટિ કરતા કહ્યું કે, આ અહેવાલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તેને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં મણિપુરમાં થયેલી તાજેતરની હિંસાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલામાં ડ્રોન, મિસાઈલ અને ખતરનાક આધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચેની લડાઈમાં અત્યાર સુધીમાં રર૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. સેંકડો ઘાયલ થયા છે અને હજારો મિલકતોને નુક્સાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial