Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મ-અપહરણના ગુન્હામાં આમરા ગામના છ શખ્સની કોર્ટમાં થઈ મુક્તિ

ભોગ બનનારે આરોપી સાથે કરી લીધા હતા લગ્નઃ

જામનગર તા. ૨૧: જામનગરના આમરા ગામના છ શખ્સ પોણા બે વર્ષ પહેલાં એક સગીરાનું અપહરણ કરી ગયાની અને એક શખ્સે તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. તે કેસ ચાલી જતાં ભોગ બનનાર સગીરાએ તે આરોપી સાથે લગ્ન કરી લીધાની કેફિયત આપતા અદાલતે તમામ છ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના આમરા ગામના પ્રહલાદ કટેશીયા તેમજ તેના સાગરિત ભાવેશ અમૃતલાલ, ભરત કાળુભાઈ નકુમ, યોગેશ કાંતિલાલ, મહેશ કરશનભાઈ, રોહિત મગનભાઈએ ગઈ તા.૩૧-૧-૨૦૨૨ના દિને એક સગીરાનું અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં તમામ આરોપી ઝડપાઈ ગયા હતા. જેમાંથી પ્રહલાદ અમૃતભાઈ કટેશીયાએ તે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલ્યું હતું. પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા ભોગ બનનાર સગીરાએ હિન્દુ રિવાજ મુજબ પ્રહલાદ અમૃતભાઈ સાથે લગ્ન કરી લીધાની હકીકત જણાવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી તમામ છ આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ એસ.કે. રાચ્છ, વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, સલમાન શેખ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh