Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપસરપંચના પતિએ માર માર્યાની કરી રાવઃ
જામનગર તા. ૨૧: જામજોધપુરના શેઠવડાળામાં ગુરૂવારે રાત્રે એક બેસણામાં મળી ગયેલા ત્રણ વ્યક્તિ વચ્ચે બોલાચાલી થયા પછી સામસામા હુમલાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ઉપસરપંચના પતિ તથા આ ગામના એક ખેડૂતે પોલીસમાં રાવ કરી છે. પોલીસે કુલ ત્રણ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં વસવાટ કરતા સુરેશભાઈ કરમશીભાઈ ડઢાણીયા ગુરૂવારે રાત્રે પાડોશમાં રહેતા સદામ હુસેન મહંમદ બુખારીના ઘેર ગયા હતા. સદામના ભત્રીજા શાહનવાઝનું અવસાન થયું હોય ત્યાં બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં સુરેશભાઈ તથા અન્ય વ્યક્તિઓ હતા.
આ વેળાએ કિશન જીતેન્દ્ર જોષી, હુસેન નુરમામદ ઉઢેજા નામના બે શખ્સ આવ્યા હતા. તેઓએ શેઠવડાળામાં આવેલા દરબારગઢની હરાજી કરી નાખવી છે તેમ કહી વચ્ચે બોલીશ તો તને પતાવી દઈશું તેમ કહી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું તેને સુરેશભાઈએ ગાળો ન બોલવાનું કહેતા કિશને ઢીકાપાટુ વડે માર માર્યાે હતો અને હુસેને તેઓને પકડી રાખ્યા હતા. આ ફરિયાદ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
તે ફરિયાદની સામે કિશન જીતેન્દ્રભાઈ જોષીએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેમના પત્ની સેજલબેન શેઠવડાળાના ઉપસરપંચ તરીકે સેવા આપે છે. ગુરૂવારની રાત્રે બેસણામાં મળી ગયેલા સુરેશ કરમશીભાઈએ દરબારગઢ પાસે જે ખૂલી જગ્યા પડી છે તેની હરાજી કરાવતો નહીં અને કરાવતા પહેલાં મને પૂછજે તેમ કહ્યા પછી બોલાચાલી કરી ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુથી માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial