Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ અંગેના ઠરાવના મુદ્દે પ્રમુખના પ્રયાસો સામે અન્ય સભ્યોનો ઉગ્ર વિરોધ
જામનગર તા. ૨૧: જામનગર જિલ્લા પંચાયતમાં સત્તાધારી ભાજપમાં સખળડખળ ચાલુ જ છે. જિલ્લા પંચાયતની કારોબારી મિટિંગમાં સોગઠી ડેમના રી૫ેરીંગનો મામલો માંડ માંડ થાળે પડવાની કવાયત ચાલી રહી છે ત્યાં વળી જિલ્લા પંચાયતના રસ્તાના કામની કોન્ટ્રાક્ટર પેઢી સ્વસ્તિક કન્સ્ટ્રક્શનને રાજ્ય સરકારે ત્રણ વર્ષ માટે બ્લેક લીસ્ટેડ કરવાનું પ્રકરણ સભ્યો વચ્ચે અફરાતરફરીનું કારણ બન્યું હોવાનું જાણવા મળે છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે રાજ્ય સરકારના સ્વસ્તિક કન્સ્ટ્રક્શનને ત્રણ વર્ષ માટે બ્લેક લીસ્ટ કર્યાના આદેશ સંદર્ભમાં જિલ્લા પંચાયતના કારોબારીમાં ઠરાવ કરી ડીડીઓ દ્વારા દરખાસ્ત સરકારમાં મોકલવી ફરજીયાત હોય છે.
પણ... કારોબારી સમિતિમાં આ ઠરાવનો વિરોધ ખુદ કારોબારી ચેરમેને કરતા મિટિંગમાં અન્ય કેટલાક સભ્યોએ ઉગ્ર બોલાચાલી સાથે ઠરાવ મંજુર કરવો જ જોઈએ તેવું વલણ દર્શાવ્યું હતું.
એક તબક્કે તો મંત્રી સહિતના નામે ઠરાવ નહીં કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને આ બ્લેક લીસ્ટેડ પેઢીને એક તક આપવા દલીલો કરવામાં આવી હતી. અંતે કારોબારીમાં કારોબારી ચેરમેનના ધમપછાડા અને પ્રયાસો નિષ્ફળ ગયા હતાં અને ઠરાવ કરવામાં આવ્યો અને આ ઠરાવ ડીડીઓ સરકારમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ વિવાદાસ્પદ પ્રકરણમાં પણ બ્લેક લીસ્ટેડ કંપનીને એક તક આપવા લાખ્ખો રૂપિયાની લેતીદેતીની સમજૂતિ થઈ હોવાનું જિલ્લા પંચાયત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પણ ભાગબટાઈનો આ કારસો નિષ્ફળ ગયો છે!
આ બાબતની સૌથી ગંભીર અસર જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાના કામોને થઈ છે. આ કોન્ટ્રાક્ટર પેઢી બ્લેક લીસ્ટેડ થવાના કારણે તેના દ્વારા થઈ રહેલા ૧૫ જેટલા રસ્તાના કામો સ્થગિત કરી દેવાયા છે. જે કામો માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
આ પ્રકરણ ચર્ચાના ચાકડે ચઢતા, રાજ્ય સરકારમાં તથા ભાજપની પ્રદેશ નેતાગીરી સુધી અહેવાલો પહોંચ્યા.. તેમ છતાં જિલ્લા પંચાયતમાં મહિલા સભ્યો અને વિવિધ સમિતિના મહિલા અધ્યક્ષોના પતિદેવોના જિ.પં.ની ઓફિસોમાં અડીંગા, તેમના દ્વારા જ કરવામાં આવતો વહીવટ, ફાઈલો-પત્રોમાં પતિદેવોની બિન્દાસપણે સહીઓ કરવાની હિંમત વિગેરે બાબતો પણ જિલ્લા પંચાયતોના સત્તાધારી જુથમાં વિખવાદનું કારણ બની રહ્યા છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial