Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજના હસ્તે
શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના રજત જયંતી વર્ષ-ર૦ર૪ માં વંદનીય માતા ભગવતીદેવી શર્માના મહાપ્રયાણ દિવસે તા. ૧૮-૯-ર૪ ને બુધવારે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક સદ્દવિચારો કી સર્જનાત્મક શક્તિનું ગુજરાતી ભાષાંતર - ભાવાનુવાદ કરી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.આ પુસ્તકનું વિમોચન આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના વરદહસ્તે સાંજે ૪ થી પ-૩૦ વાગ્યા દરમ્યાન શ્રી ગાયત્રી શક્તિપીઠના, ત્રિપદા ભવનમાં કરવામાં આવ્યું. આ પુસ્તકનું ભાષાંતર હરસુખલાલ સાણથરા અને ભાવાનુવાદ પ્રશાંત મુંગરા દ્વારા કરવામાં આવ્યું છે.આ પુસ્તકના વિમોચન પ્રસંગે કાર્યક્રમમાં સ્વાગત પ્રજ્ઞાગીત મહેન્દ્રભાઈ જોષીએ રજૂ કર્યું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ, મનહરભાઈ જોષીએ શાબ્દિક સ્વાગત કર્યું. પૂજય બાપુશ્રીનું ઉપવસ્ત્ર-પુસ્તક દ્વારા અને અન્ય મહેમાનોનું સફળ જીવનની દિશા ધારા પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પૂજય બાપુશ્રી અને આવેલ કેળવણીકારો દ્વારા પુસ્તક વિમોચનવિધિ સંપન્ન પછી ભાષાંતર કરનાર શ્રી હરસુખલાલ સાણથર, ભાવાનુવાદ કરનાર પ્રશાંતભાઈ મુંગરા, આશર અને પૂજય દેવપ્રસાદજી મહારાજ દ્વારા પુસ્તક વિમોચન પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યા. આભારવિધિ પ્રિતિબેન સોલંકી દ્વારા કરવામાં આવી હતી. આ દિવ્ય કાર્યક્રમનું સંચાલન ચમનભાઈ વસોયા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial