Advertisement
Author: નોબત સમાચાર

ખોટી રીતે બેંક ખાતુ ફ્રીઝ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ રદ્દ

પોલીસની સુચનાથી ખાતુ ફ્રીઝ થયાની દલીલ ગ્રાહ્યઃ

જામનગર તા. ર૧: જામનગરના એક આસામીએ આઈસીઆઈસીઆઈ બેંકમાં આવેલુ પોતાનું ખાતુ ખોટી રીતે ફ્રીઝ કરાયું હોવાની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. બેંક તરફથી ઉપસ્થિત વકીલે તે અંગે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે ફરિયાદીની અરજી રદ્દ કરવાનો હુકમ કર્યાે છે.

જામનગરના જેલ રોડ પર પ્રિન્સ ઈલેકટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નામની દુકાન ચલાવતા ઈકબાલ ઈબ્રાહીમ ખીરા નામના વેપારીએ પોતાનું બેંક ખાતુ આઈસીઆઈસીઆઈ બેંકે અયોગ્ય રીતે ફ્રીઝ કરી દીધાની રાવ સાથે ખર્ચ તથા વળતરની માગણી સાથે બેંક સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદ અન્વયે બેંક તરફથી હાજર થયેલા વકીલે દલીલ કરી હતી કે, ગુન્હાહિત નાણાકીય વ્યવહારો સંબંધેની વિગત પોલીસ તપાસમાં ખૂલતા બેંકે આ આસામીનું બેંક ખાતુ ફ્રીઝ કરવા સૂચના અપાતા બેંકે તે વેપારીનું ખાતુ ફ્રીઝ કર્યું છે. તેથી બેંક દ્વારા સેવાકીય ખામી કે બેદરકારી દાખવી હોવાનું ફલિત થતું નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી ફરિયાદીની અરજી રદ્દ કરી છે. બેંક તરફથી વકીલ મહેશ તખ્તાણી, સંજના એમ. તખ્તાણી, જીતેશ મહેતા, મૂર્તૂઝા મોદી, મનિષા ભાગવત, રીના રાઠોડ, પૂજા રાઠોડ, કિંજલ સોજીત્રા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh