Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મેયર, કમિશનર, મહાનુભાવોની ઉપસ્થિતિમાં બે દિવસીય સેવા સેતુનો પ્રારંભઃ અરજદારો ઉમટ્યા

ટાઉનહોલમાં અનેક સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધઃ આજે ૧ થી ૮ અને કાલે ૯ થી ૧૬ વોર્ડ માટે વ્યવસ્થા

રાજ્યના છેવાડાના માણસોને એક જ સ્થળે અનેક પ્રકારની સેવાઓ મળી રહે તે હેતુથી તા. ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમના ૧૦ મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગરના ટાઉનહોલમાં પણ આજથી બે દિવસ માટે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને સેવા સેતુનો દીપ પ્રાકટ્ય કરી પ્રારંભ કરાયો હતો. આજે પ્રથમ દિવસે જ બહોળી સંખ્યામાં અરજદારો વિવિધ સેવાઓ માટે ઉમટી પડ્યા છે. આજે ૧ થી ૮ અને આવતીકાલે ૯ થી ૧૬ નંબરના વોર્ડ માટે વ્ય્વસ્થા કરાઈ છે. કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા કચેરીના વિવિધ વિભાગો તેમજ સરકારના અન્ય અનેક વિભાગ સંબંધિત સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવતા અરજદારોને ઘણી સરળતા થઈ રહી છે. આજે સવારે સેવા સેતુના કાર્યક્રમના પ્રારંભે મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, કમીશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh