Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા કાયદા પછી પ્રથમ ક્વોલિટી કેસ નોંધાયોઃ
ઓખા તા. ૨૧: દ્વારકા તાલુકાના વસઈ ગામની સીમમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે. નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા પછી દ્વારકા પોલીસે પ્રથમ કવોલિટી કેસ નોંધાવ્યો છે. સ્થળ પરથી ૧૮૫૦ લીટર આથો, ૩૫૦ લીટર તૈયાર દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કરી બે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. ત્રીજાનું નામ પોલીસે ઓકાવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા વસઈ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી પરથી દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ ટી.ડી. ચુડાસમાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા સરકારી ખરાબામાં બાવળની ઝાળીઓમાં ધમધમી રહેલી ભઠ્ઠી ઝડપાઈ ગઈ હતી. સ્થળ પરથી પોલીસે સાડા ત્રણસો લીટર તૈયાર દારૂ, ૧૮૫૦ લીટર આથો, ગેસના ખાલી તથા ભરેલા બાટલા, ત્રાંબાની નળી, ભઠ્ઠીના સાધનો, બે બેરલ તેમજ અખાદ્ય ગોળના ડબ્બા પકડી પાડ્યા છે.
આ મુદ્દામાલ સાથે વસઈના અજુભા જેઠાભા જામ, વેજાભા રાઘાભા માણેક નામના બે શખ્સને દબોચી લેવાયા છે. આ શખ્સોએ ત્રીજા સાગરિત લખમણભા નથુભા માણેકનું નામ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા પછી દ્વારકા પોલીસે દેશી દારૂ અંગેનો પ્રથમ ક્વોલિટી કેસ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial