Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મ ગુજારવાના આરોપમાંથી એક શખ્સની હાઈકોર્ટે ફરમાવી મુક્તિ

ફરિયાદ રદ્દ કરાવવા કરાયેલી અરજી રખાઈ મંજૂરઃ

જામનગર તા. ર૯: જામનગરના જાંબુડા ગામના એક શખ્સ સામે દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. આરોપીએ ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજી મંજૂર રખાઈ છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતા ખીમકરણ વસરામભાઈ સોરીયા નામના શખ્સ સામે એક મહિલાએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. ખીમકરણના પત્ની કોઈ કારણથી ઝઘડો થતાં રિસામણે ચાલ્યા ગયા હતા. તેનું સમાધાન કરવા માટે ખીમકરણે તે મહિલાને બહારગામથી બોલાવ્યા પછી દુષ્કૃત્ય ગુજાર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એન), ૫૦૬, ૩૪૪ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ ફરિયાદ રદ્દ કરાવવા માટે ખીમકરણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે તે ફરિયાદ રદ્દ કરવાનો અને આરોપીને જેલમુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, મીત પાનસુરીયા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh