Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દરિયા કાંઠે થોડા સમય પહેલાં ડ્રગ્સના કેટલાક પેકેટ બિનવારસુ મળી આવ્યા પછી સ્થાનિક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તે પેકેટના મામલે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. એ દરમ્યાન રાજ્યની એન્ટી ટેરીરીસ્ટ સ્કોડે ભારતીય સુરક્ષા એજન્સીની જાસુસી કરવાના આરોપસર કેટલાક શખ્સની અટકાયત કરી હતી. આ અટકાયત અંગે સ્થાનિક પોલીસ હજુ અજાણ છે ત્યારે હનીટ્રેપમાં ફસાવી પાકિસ્તાનના એજન્ટને ભારતીય સુરક્ષા એજન્સીની કેટલીક વિગતો પહોંચાડતી હોવાની બાતમી મળતાં એટીએસ ત્રાટકી હતી. ઓખા નજીક વસવાટ કરતાં અને એક ખાનગી કંપનીમાં કામ કરતાં કેટલાક શખ્સની પુછપરછ કરાઈ રહી છે. ત્યારે પાકિસ્તાન સુધી કેટલીક સંવેદશીલ વિગતો પહોંચાડવામાં આવી હોવાની એટીએસએ આશંકા સેવી છે અને આ શખ્સોની ધનિષ્ઠ પુછપરછ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial