Advertisement
Author: નોબત સમાચાર

પહેલી ડિસેમ્બરથી ગેસ, ક્રેડિટ કાર્ડ અને ઓટીપીને લગતા નિયમોમાં થશે બદલાવ

ઘેર-ઘેર થશે અસરઃ ખિસ્સા હળવા થશે ?

નવી દિલ્હી તા. ૨૯: પહેલી ડિસેમ્બરથી રાંધણ ગેસ, ક્રેડિટ કાર્ડ અને ઓટીપીને લગતા કેટલાક બદલાવ થશે.

નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે અને ડિસેમ્બરના પહેલા દિવસથી અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. જેના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર જોવા મળશે.

તારીખ ૧ નવેમ્બરે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળી શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થવાની આશા છે.

એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે, એર ટર્બાઈન ઈંધણની કિંમતમાં પણ મહિનાના પ્રથમ દિવસે ફેરફાર થાય છે. ૧ ડિસેમ્બરે હવાઈ ઈંધણના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરો પર જોવા મળી શકે છે.

તારીખ ૧ ડિસેમ્બર-૨૦૨૪ થી ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ સંબંધિત છે. જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો નવા નિયમો ૧લી ડિસેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. એસબીઆઈની વેબસાઈટ મુજબ, ૪૮ ક્રેડિટ કાર્ડ હવેથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ-મર્ચન્ટ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં.

ટીઆરએઆઈ એ ઓટીપી અને કોમર્શિયલ મેસેજિંગ માટે નવા ટ્રેસેબિલીટી નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ૧ ડિસેમ્બરથી લાગુ થશે. આ હેઠળ, ટેલિકોમ કંપનીઓને મોકલવામાં આવતા તમામ મેસેજ ટ્રેસેબલ રહેશે, જેનાથી ફિશિંગ અને સ્પામના મામલાઓમાં ઘટાડો થશે. જો કે, આનાથી ઓટીપીની ડિલિવરીમાં થોડો વિલંબ થઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર મહિના માટે રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. કેલેન્ડર મુજબ આ મહિનામાં કુલ ૧૭ દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. જો કે, ઓનલાઈન સુવિધા ૨૪ કલાક ખુલ્લી રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh