Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વિસ્તારમાં જ નહીં અન્ય વિસ્તારોમાં પણ વનવેની અમલવારી કરવી જરૂરીઃ
જામનગરના લાલબંગલાથી લીમડા લાઈન તરફ જવાના માર્ગ પર વનવે હોવા છતાં કેટલાક વાહનચાલકો બેધડક રીતે દોડી આવી સામેથી આવતા વાહનચાલકોને મુંઝવી દેતા હોય છે. ત્યાં ગયા અઠવાડિયે પણ અને અત્યાર સુધીમાં ત્રણેક વખત પોલીસે ટ્રાફિક ડ્રાઈવ રાખી હોવા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં આવવાથી અટકતા નથી. ગઈકાલે પણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી ડ્રાઈવ રાખી હતી. જેમાં કેટલાક વાહનચાલકો ઝડપાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વનવેના કાયદાનો અમલ તે વિસ્તાર પૂરતો જ સીમિત ન રાખી કે.વી. રોડ, એસપી બંગલા, જૂના રેલવે સ્ટેશન, ત્રણ દરવાજા નજીકની પોટરીવાળી ગલી અને ખાસ કરીને બેડી નાકા પાસેથી ઉમિયા ભજીયા નામની દુકાન પાસેથી રોંગ સાઈડમાં જઈને કેવી રોડ પર વળી જતા વાહનો પણ ખાસ્સી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. ત્યાં પણ ટ્રાફિક ડ્રાઈવ રાખી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial