Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં આયોજીત
જામનગર તા. ૨૯: જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર બી.કે. પંડયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેકટરશ્રીએ અરજદારોની અરજીઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતાં.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના ૧૧ જેટલા અરજદારોની અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ અરજીઓમાં મુખ્યત્વે ડ્રાઈવિંગ લાયસન્સ, જમીન માપણી, પ્રધાનમંત્રી આવાસ યોજના, દબાણ, ગેરકાયદેસર બાંધકામ અંગેના અરજદારોના પડતર પ્રશ્નો અંગે કલેકટરે લગત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ત્વરિત અને સંતોષકારક નિવારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લોકોના વણઉકેલ્યા પ્રશ્નો સાંભળીને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અધિક કલેકટર બી.એન. ખેર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, શહેર પ્રાંત અધિકારી પરમાર વિગેર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial