Advertisement
Author: નોબત સમાચાર

કેન્સર કેર કાઉન્સિલ દ્વારા યોજાયો ત્રિદિવસીય નિઃશુલ્ક સુજોક થેરાપી કેમ્પ

ન્યુ જીવન નેચર ક્યોર સેન્ટરના સહયોગથી

જામનગર તા. ૨૯: જામનગરની કેન્સર કેર કાઉન્સિલ દ્વારા ઓશવાળ વેલફેર ચેરી. ટ્રસ્ટ તથા ન્યુ જીવન નેચર ક્યોર સેન્ટરના સહયોગથી ત્રણ દિવસ માટે નિઃશુલ્ક સુજોક થેરાપી કેમ્પ યોજાયો હતો.

આ પ્રસંગે અતિથિવિશેષ પદે વિમલભાઈ સુમરિયા, બીજલભાઈ ગડા, વેલજીભાઈ શાહ, કીર્તિભાઈ દોઢિયા, ડો. વંદનાબેન તન્ના, કેન્સર કેર ટાઉનહોલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા, મંગલસિંહ જાડેજા, નૃપાબેન મકવાણા, સુરેશભાઈ ભીંડી હાજર રહ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિઠ્ઠલભાઈ ધોળકિયાએ સંસ્થાની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. ડો. વંદનાબેન તન્નાએ સુજોક થેરાપીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેમ્પમાં ૧રપ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા પત્રકાર અતુલભાઈ મહેતા, કેતનભાઈ તન્ના, ઉષાબેન ગાંધી, ધર્મેશભાઈ પટેલ, જયેશભાઈ ખીમસૂર્યા, કાજલબેન નાખવા, નિકુલદાન ગઢવી, અલ્પાબેન પટેલ, અર્પિતભાઈ ધોળકિયા વગેરેએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh