Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં ૧૧૨ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયોઃ ૧૦૮ દર્દીઓ થયા લાભાર્થી

કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી

ભાટીયા તા. ૨૯: ભાટીયાના સરકારી દવાખાનામાં તાજેતરમાં કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ (ભાટીયા) ના આર્થિક સહયોગથી ૧૧૨માં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટની હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમે ૧૦૮ દર્દીઓની તપાસ કરી હતી.

૫૮ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે બસ મારફત રાજકોટ લઈ જવામાં આવ્યા હતાં. જયાં તેઓને આવવા- જવા, રહેવા- જમવાની વ્યવસ્થા, દવા, ટીપા, ચશ્મા નિઃશૂલ્ક આપવામાં આવ્યા હતાં. ભાટીયાના ડાડુભાઈ આંબલીયા, દેવેનલાલ જીવનભાઈ પાણખાણીયા, સાગર ઝાલા સરદારજી, મણીભાઈ બારાઈ વિગેરેએ કેમ્પમાં સેવા આપી હતી. કિશોરભાઈ દત્તાણી (પ્રમુખ, કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ- ભાટીયા)એ આ કેમ્પનું સંચાલન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh