Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીના મોટા બિલ્ડરો-ઉદ્યોગપતિઓ સહિત
રાજકોટ તા. ર૯: મોરબીના મોટા બિલ્ડરો-ઉદ્યોગપતિઓ સહિત ૩૭ સ્થળે આઈ.ટી.એ દરોડા પાડ્યા છે, અને ૭૦ ટીમો તપાસ કરી રહી છે.
મોરબી પેપર મીલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈ.ટી.ની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે પ-૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથે લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મોરબી સહિત અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર આઈ.ટી. વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં મોરબીમાં તીર્થક ગ્રુપ પર આઈ.ટી. વિભાગો લાલઆંખ કરી છે. એકસાથે ૭૦ ટીમ દરોડાની કામગીરીમાં જોડાઈ છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈ.ટી. વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે.
ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
બીજી તરફ અમદાવાદમાં પણ તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડરને ત્યાં આઈ.ટી.નું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવારથી આઈ.ટી.ના અધિકારીઓની અલગ-અલગ ટીમો દરોડામાં જોડાઈ હતી. ત્યારે આ રેડમાં મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહાર સામે આવે તેવી શક્યતા જોવા મળી છે.
ઈન્કમટેક્સના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિંમતનગરની બે ઓફિસમાં સર્વે તો ગાંધીનગરમાં સેક્ટર ચ-ધ, ક્ષેત્રમાં ત્રણ ઓફિસમાં દરોડા-સર્વે ચાલી રહ્યો છે. બહુ મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે.
આજે સવારે ૧૦ વાગ્યે મળતા રિપોર્ટ મુજબ કોમ્પ્યુટરાઈઝ તમામ ડેટાઓ સીલ કરી દેવાયા છે. મોરબીમાં સોહમ મીલ-તીર્થક મીલના સંચાલક ફુલતરિયા પરિવાર મોરબીના મોટા રાજકીય માથાના વેવાઈ થતા હોવાનું બહાર આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial