Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતે ગુન્હો નોંધવાનો કર્યાે હતો હુકમઃ
જામનગર તા. ર૯: જામનગરના બે આસામીએ અદાલતમાં પોલીસ કર્મચારીઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. તે બંને કેસ ચાલી જતાં અદાલતે પોલીસ કર્મચારીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના અનિલ જગદીશભાઈ થા૫લીયા નામના શખ્સની પોલીસે અગાઉ એક ગુન્હામાં ધરપકડ કરી હતી. ત્યારપછી કોર્ટમાં રજૂ કરાયેલા આ આરોપીએ પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રવીણસિંહ ભીખુભા, હરેન્દ્રસિંહ રણજીત સિંહ તથા ઉમરખાન ગુલાબ ખાન પઠાણે લાકડી, પટાથી માર મારી બીડીના ડામ આપ્યાની ફરિયાદ કરી હતી. પોલીસે તે ફરિયાદ અંગે તપાસનો હુકમ કર્યાે હતો.
ત્યારપછી ગુન્હો નોંધાયો હતો અને તે કેસ ચાલી જતાં અદાલતે ચારેય પોલીસ કર્મચારીનો છૂટકારો કર્યાે છે.
તે જ રીતે જામનગરના રિક્ષાચાલક અને વામ્બે આવાસમાં રહેતા દિનેશ મલાભાઈ ચાવડાએ વર્ષ ૨૦૧૨માં સિટી એ ડિવિઝનના તત્કાલિન પોલીસ કર્મચારી રાજેશ વર્મા, ઈશ્વરસિંહ સતુભા તથા સહદેવસિંહ અને ધર્મેન્દ્રસિંહ જી. ઝાલા સામે પોલીસ મથકમાં લઈ જઈ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
તે કેસની ઈન્કવાયરી પછી ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં પણ અદાલતે ચારેય પોલીસ કર્મચારીનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial